નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ના ટ્વિટર એકાઉન્ટના ડીપી (DP) માં લાગેલી તસવીર ગુરુવારે રાતે અચાનક થોડા સમય માટે ગાયબ થઈ ગઈ. પછી ખબર પડી કે કોઈએ કોપીરાઈટ ક્લેમ કરતા ટ્વિટરે (Twitter) આ તસવીર હટાવવાની કાર્યવાહી કરી. ટ્વિટરની આ કાર્યવાહી પર સોશિયલ મીડિયામાં સવાલ ઉઠવા લાગ્યા તો થોડા સમય બાદ ટ્વિટરે તે તસવીર ફરીથી લગાવી દીધી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બરાક ઓબામાએ રાહુલ ગાંધીને ગણાવ્યા 'નર્વસ નેતા', યોગ્યતા ઉપર પણ ઉઠાવ્યા સવાલ


કોપીરાઈટ ક્લેમ કેવી રીતે?
હકીકતમાં ગુરુવારની રાતે ગૃહમંત્રી અમિત શાહના ટ્વિટર ડીપીમાં મૂકાયેલી તસવીર પર એક મેસેજ જોવા મળ્યો- 'મીડિયા નોટ ડિસ્પ્લેડ'. ટ્વિટરે આ સંદેશમાં જણાવ્યું કે કોઈ કોપીરાઈટ હોલ્ડરના ક્લેમ કરવાના કારણે આ તસવીર હટાવવામાં આવી. જો કે થોડા સમય બાદ ટ્વિટરે તે તસવીર પાછી હતી એમ મૂકી દીધી. ટ્વિટરની આ કાર્યવાહી પર સોશિયલ મીડિયામાં જ સવાલ ઉઠવા લાગ્યા કે આખરે ગૃહમંત્રીની પોતાની તસવીર પર કોઈ ક્લેમ કેવી રીતે કરી શકે?


Dr Subhash Chandra Show : નક્કી કરો...કયું કામ સૌથી વધુ જરૂરી છે?


મોદી બાદ બીજા નંબરના લોકપ્રિય નેતા
ગૃહમંત્રી અમિત શાહ સોશિયલ મીડિયા પર ખુબ લોકપ્રિય નેતા છે. ટ્વિટર પર સૌથી વધુ ફોલોઅર્સ મામલે તેઓ દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાદ બીજા નંબરના લોકપ્રિય નેતા છે. તેમના 23.6 મિલિયન ફોલોઅર્સ છે. ગૃહમંત્રી અમિત શાહ 296 લોકોને ફોલો કરે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube